“અન્વેષણ” વાર્ષિકોત્સવ કાર્યક્રમ 2021-2022
તા.16/0૩/2022 ને બુધવારના રોજ વિદ્યામંગલ નિવાસી શાળામાં અન્વેષણ વાર્ષિકોત્સવ સંસ્કારભવનના પ્રાંગણમાં યોજાયો હતો. જેમાં શાળાના ધોરણ - 5 થી 9 અને 11 સાયન્સ/કોમર્સના દરેક બાળકોએ ભાગ લીધો હતો. તેમજ આ કાર્યક્રમમાં સંસ્થાના વડીલ ટ્રસ્ટીશ્રીઓ તેમજ ધોરણ 5 થી 12 સુધી ના વાલીશ્રીઓએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા બાળકો અને વાલીશ્રીઓ માટે સાંજના 5:00 થી 6:૩૦ સુધી પ્રીતિભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ વ્યવસ્થા માટે રસોડા વિભાગના તમામ સભ્યોએ સુંદર આયોજન કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
વાર્ષિકોત્સવની વિધિવત શરૂઆત સાંજના 6:૩૦ વાગે થઇ હતી. સૌ પ્રથમ પ્રાર્થનાગીત રજૂ થયું. ત્યારબાદ સંસ્થાના વડીલ ટ્રસ્ટીશ્રીઓ તેમજ હાલમાં કાર્યરત ટ્રસ્ટી મંડળના સભ્ય તથા વાલી પ્રતિનિધિ દ્વારા દીપપ્રાગટ્ય કરીકાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગતગીત દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી. મનીષભાઈ પુરાણી સાહેબે સ્વાગત પ્રવચન દ્વારા દરેકને પ્રેમથી આવકાર્યા હતા, તેમજ શાળાની અદભૂત સિદ્ધિની ઝલક અને શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં પધારેલ ક.પા.કે.મં.ના વડીલ ટ્રસ્ટીશ્રીઓ, મહિલા મંડળની બહેનો અને મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં 11 કૃતિઓ રજૂ થઈ હતી. દરેક બાળકોએ અદભૂતકલાકૌશલ્ય બતાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
આમ, કડવા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખશ્રી સુનિલભાઈ દયારામભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ, મંત્રીશ્રી વિકાસભાઈ પટેલ, સહમંત્રીશ્રી યોગેશભાઈ પટેલ, ખજાનચીશ્રી અમીશભાઈ પટેલ, વિદ્યામંગલ શાળાના મંત્રીશ્રી સુનિલભાઈ પટેલ, સહમંત્રીશ્રી અમિતભાઈ પટેલ, અંગ્રેજી માધ્યમ શાળાના મંત્રીશ્રીમતિ પિંકલબેન પટેલ, સહમંત્રીશ્રી સમીરભાઈ પટેલ તથા શાળાના આચાર્યશ્રી મનીષભાઈ પુરાણી, અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્યશ્રી ભૂપેન્દ્રભાઈ મિશ્રા , રસોડા વિભાગના ટ્રસ્ટીશ્રી અને સમગ્ર વિદ્યામંગલ ટીમના સહયોગથી આખો કાર્યક્રમ ખૂબજ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.