About Gyanganga School
એકવીસમી સદીનું શિક્ષણ એટલે ઇન્ફોરમેશન અને ટેક્નોલોજીનું શિક્ષણ જેમાં વૈશ્વિક ભાષા - ઇન્ટરનેશનલ ઇંગલિશનું ખુબ પ્રભુત્વ હોય એ સમજી શકાય તેમ છે. તે માટે આપણે પણ સમયની સાથે સજ્જતા કેળવી Science - Maths & Information Technology નું શિક્ષણ English Medium માં મેળવીએ એ જરૂરી છે. આ માટે યુવાન ભાઈઓ અને બહેનોની માંગ હતી કે અમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી સંસ્થા શરૂ કરો. ડેમ કરમરેજના શિક્ષણ અને સહકારી ક્ષેત્રે કાર્યરત એવા શ્રી નવીનભાઈ નારણભાઇના કુટુંબીજનો તરફથી પણ માતબર રકમનો દાનનો પ્રવાહ વેહતાની સાથે જ તા. ૬ જૂન ૨૦૧૩ ના રોજ શ્રીમતી ગંગાબેન રામભાઈ ભાણાભાઈ પટેલ "જ્ઞાન ગંગા અંગ્રેજી માધ્યમના" નામકરણ સાથે જુન.કેજી થી ધો.૪ ના વર્ગોની શાળાનો શૈક્ષણિક કાર્યની શુભ શરૂઆત થઇ. આજે આ શાળામાં જુન.કેજી થી લઇ ધો-૧૨ વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની શાળામાં ૪૫૦ થી પણ વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. નાના અમથા ફક્ત ૨૫ હજારથી વધુ વસ્તી ધરાવતા શ્રી લાલચુડા કડવા પાટીદાર સમાજે શિક્ષણ ક્ષેત્રે ખુબ મોટી હરણફાળ ભરી છે. જો સમાજ શિક્ષિત હોઈ અને સાથે સંસ્કાર, ચારિત્ર્ય અને નીતિમત્તા સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક માર્ગ, ખેતી, વેપાર, ઉદ્યોગ કે સેવાના ક્ષેત્રે આગળ વધે તો તે સમાજ એક સંસ્કારિત બહુપ્રતિભા ધરાવતા સમાજ તરીકે નામના પ્રાપ્ત કરી શકે છે.
img
Gyanganga School Information
  • Category: Gyanganga School
  • Status: Complete
  • Date: December 01, 2021

Quick Look of Gyanganga School