About કારકિર્દી ઘડતર સેમિનાર
પ્રથમ સેશનમાં ધોરણ ૯ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો સેમિનાર 11:00 કલાકે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની મહામારી ને કારણે વિદ્યાર્થીના અભ્યાસ પર થતી માઠી અસરો, તેમના વર્તનમાં થયેલા ફેરફારને કઈ રીતે સુધારીને તેમને અભ્યાસમાં આગળ લઈ જઈ શકાય તેમજ વ્યવહારુ અભિગમથી અભ્યાસ કેવી રીતે કેળવી શકાય તે વિશેની માહિતી તેમને આપવામાં આવી હતી.
બીજા સેશનમાં ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સનો સેમિનાર બપોરે 1:00 કલાકે શરૂ કરવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી ઘડતરનું આયોજન કઇ રીતે કરવું, સેલ્ફ સ્ટડીનું આયોજન કઈ રીતે કરવું, બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેમજ પસંદગીના વિષયમાં વધુ ગુણ કેવી રીતે મેળવી શકાય, JEE, NEET ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને કોલેજમાં એડમિશન મેરીટ પ્રમાણે કઈ રીતે મળે છે તે વિશેની સમજણ અને વાલીઓના પ્રશ્નોનું નિવારણ સાથે આ સેશન પૂર્ણ થયું હતું.
ત્રીજા સેશનમાં ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓનો સેમિનાર બપોરે 3:00 કલાકે શરૂ થયો હતો. તેમાં કોમર્સમાં ધો. ૧૨ પછી વિવિધ કરીયર્સ વિશે અને તેમાં કઈ રીતે કારકિર્દી આગળ વધારી શકાય તેમજ પરીક્ષાલક્ષી તૈયારી નું આયોજન કઇ રીતે કરી શકાય તે વિશેની સમજ આપવામાં આવી હતી.
આમ, ત્રણ સેશનમાં વિદ્યાર્થીઓને અને વાલીઓને અનુરૂપ માહિતી આપીને તેમની સમસ્યા અને મૂંઝવણ ને દુર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી બાળકો આવનાર બોર્ડની પરીક્ષાની તૈયારી સુવ્યવસ્થિત રીતે કરીને સારું પરિણામ હાંસલ કરી શકે.
આ સેમિનારના ગુજરાતી માધ્યમ શાળાના મંત્રી શ્રી સુનિલભાઈ પટેલ, સહમંત્રી શ્રી અમિતભાઈ પટેલ અને શાળાના આચાર્યશ્રી મનીષભાઈ પુરાણી તથા અંગ્રેજી માધ્યમ શાળા ના મંત્રી શ્રી પિંકલબેન પટેલ, સમીરભાઈ પટેલ તથા શાળાના આચાર્ય શ્રી ભુપેન્દ્રભાઈ મિશ્રા સાહેબનો સારો એવો સહયોગ રહ્યો હતો અને કડવા પાટીદાર કેળવણી મંડળ ના મંત્રીશ્રી વિકાસભાઈ પટેલ,ખજાનચી શ્રી અમીશભાઈ પટેલ પણ ખાસ કરીને હાજર રહ્યા હતા. મંડળ તરફથી આવા કાર્યક્રમ નિયમીત થતા રેહશે તેવી ખાત્રી તેઓ તરફથી અપાય હતી અને બાળકોને પોતાની કારકિર્દી ઘડતર અને બોર્ડની પરીક્ષાની તૈયારી નું આયોજન વ્યવસ્થિત રીતે કરી શકે તે માટે શુભેચ્છા પાઠવી હતી.
કારકિર્દી ઘડતર સેમિનાર Information
- Category: Vidyamangal School
- Status: Complete
- Date: February 13, 2022