Vidyamangal School

Vidyamangal School

March 16, 2022

“અન્વેષણ” વાર્ષિકોત્સવ કાર્યક્રમ 2021-2022

તા.16/0૩/2022 ને બુધવારના રોજ વિદ્યામંગલ નિવાસી શાળામાં અન્વેષણ વાર્ષિકોત્સવ સંસ્કારભવનના પ્રાંગણમાં યોજાયો હતો. જેમાં શાળાના ધોરણ - 5 થી 9 અને 11 સાયન્સ/કોમર્સના દરેક બાળકોએ ભાગ લીધો હતો. તેમજ આ કાર્યક્રમમાં સંસ્થાના વડીલ ટ્રસ્ટીશ્રીઓ તેમજ ધોરણ 5 થી 12 સુધી ના વાલીશ્રીઓએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા બાળકો અને વાલીશ્રીઓ માટે સાંજના 5:00 થી 6:૩૦ સુધી પ્રીતિભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ વ્યવસ્થા માટે રસોડા વિભાગના તમામ સભ્યોએ સુંદર આયોજન કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

વાર્ષિકોત્સવની વિધિવત શરૂઆત સાંજના 6:૩૦ વાગે થઇ હતી. સૌ પ્રથમ પ્રાર્થનાગીત રજૂ થયું. ત્યારબાદ સંસ્થાના વડીલ ટ્રસ્ટીશ્રીઓ તેમજ હાલમાં કાર્યરત ટ્રસ્ટી મંડળના સભ્ય તથા વાલી પ્રતિનિધિ દ્વારા દીપપ્રાગટ્ય કરીકાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગતગીત દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી. મનીષભાઈ પુરાણી સાહેબે સ્વાગત પ્રવચન દ્વારા દરેકને પ્રેમથી આવકાર્યા હતા, તેમજ શાળાની અદભૂત સિદ્ધિની ઝલક અને શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં પધારેલ ક.પા.કે.મં.ના વડીલ ટ્રસ્ટીશ્રીઓ, મહિલા મંડળની બહેનો અને મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં 11 કૃતિઓ રજૂ થઈ હતી. દરેક બાળકોએ અદભૂતકલાકૌશલ્ય બતાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આમ, કડવા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખશ્રી સુનિલભાઈ દયારામભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ, મંત્રીશ્રી વિકાસભાઈ પટેલ, સહમંત્રીશ્રી યોગેશભાઈ પટેલ, ખજાનચીશ્રી અમીશભાઈ પટેલ, વિદ્યામંગલ શાળાના મંત્રીશ્રી સુનિલભાઈ પટેલ, સહમંત્રીશ્રી અમિતભાઈ પટેલ, અંગ્રેજી માધ્યમ શાળાના મંત્રીશ્રીમતિ પિંકલબેન પટેલ, સહમંત્રીશ્રી સમીરભાઈ પટેલ તથા શાળાના આચાર્યશ્રી મનીષભાઈ પુરાણી, અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્યશ્રી ભૂપેન્દ્રભાઈ મિશ્રા , રસોડા વિભાગના ટ્રસ્ટીશ્રી અને સમગ્ર વિદ્યામંગલ ટીમના સહયોગથી આખો કાર્યક્રમ ખૂબજ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

February 13, 2022

કારકિર્દી ઘડતર સેમિનાર

કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત વિદ્યામંગલ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર અને જીવન ઘડતર ને ધ્યાને લેતા તારીખ 13/02/2022 ના રોજ રવિવારે સવારે 11:00 થી લઇ સાંજે 4:00 વાગ્યા સુધીમાં એક્ષપર્ટ મોટીવેશનલ વક્તાશ્રી મુકેશ પટેલનો સેમીનાર આયોજિત કરવામાં આવ્યો હતો.

પ્રથમ સેશનમાં ધોરણ ૯ અને ૧૨  ના વિદ્યાર્થીઓનો  સેમિનાર 11:00   કલાકે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની મહામારી ને કારણે વિદ્યાર્થીના અભ્યાસ પર થતી માઠી અસરો, તેમના વર્તનમાં થયેલા ફેરફારને કઈ રીતે સુધારીને તેમને અભ્યાસમાં આગળ લઈ જઈ શકાય તેમજ  વ્યવહારુ અભિગમથી અભ્યાસ  કેવી રીતે કેળવી શકાય તે વિશેની માહિતી તેમને આપવામાં આવી હતી.
બીજા સેશનમાં ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સનો સેમિનાર બપોરે 1:00 કલાકે શરૂ કરવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી ઘડતરનું આયોજન કઇ રીતે કરવું, સેલ્ફ સ્ટડીનું આયોજન કઈ રીતે કરવું, બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેમજ પસંદગીના વિષયમાં વધુ ગુણ કેવી રીતે મેળવી શકાય, JEE, NEET ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને કોલેજમાં એડમિશન મેરીટ પ્રમાણે કઈ રીતે મળે છે તે વિશેની સમજણ અને વાલીઓના પ્રશ્નોનું નિવારણ સાથે આ સેશન પૂર્ણ થયું હતું.
ત્રીજા સેશનમાં ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓનો સેમિનાર બપોરે 3:00 કલાકે શરૂ થયો હતો. તેમાં  કોમર્સમાં ધો. ૧૨ પછી વિવિધ કરીયર્સ વિશે અને તેમાં કઈ રીતે કારકિર્દી આગળ વધારી શકાય તેમજ પરીક્ષાલક્ષી તૈયારી નું આયોજન કઇ રીતે કરી શકાય તે વિશેની સમજ આપવામાં આવી હતી.

આમ, ત્રણ સેશનમાં વિદ્યાર્થીઓને અને વાલીઓને  અનુરૂપ માહિતી આપીને તેમની સમસ્યા અને મૂંઝવણ ને દુર કરવાનો પ્રયત્ન કર્યો હતો.   જેથી બાળકો આવનાર બોર્ડની પરીક્ષાની તૈયારી સુવ્યવસ્થિત રીતે કરીને સારું પરિણામ હાંસલ કરી શકે.
આ સેમિનારના ગુજરાતી માધ્યમ શાળાના મંત્રી શ્રી સુનિલભાઈ પટેલ, સહમંત્રી શ્રી અમિતભાઈ પટેલ અને શાળાના આચાર્યશ્રી  મનીષભાઈ પુરાણી  તથા અંગ્રેજી માધ્યમ શાળા ના મંત્રી શ્રી પિંકલબેન પટેલ, સમીરભાઈ પટેલ તથા શાળાના આચાર્ય શ્રી ભુપેન્દ્રભાઈ મિશ્રા સાહેબનો સારો એવો સહયોગ રહ્યો હતો અને કડવા પાટીદાર કેળવણી મંડળ ના મંત્રીશ્રી વિકાસભાઈ પટેલ,ખજાનચી શ્રી અમીશભાઈ પટેલ પણ ખાસ કરીને હાજર રહ્યા હતા. મંડળ તરફથી આવા કાર્યક્રમ નિયમીત થતા રેહશે તેવી ખાત્રી તેઓ તરફથી અપાય હતી અને બાળકોને પોતાની કારકિર્દી ઘડતર અને બોર્ડની પરીક્ષાની તૈયારી નું આયોજન વ્યવસ્થિત રીતે કરી શકે તે માટે શુભેચ્છા પાઠવી હતી.
 

February 07, 2022

SVS કક્ષાનું ગણિત _ વિજ્ઞાન. (પર્યાવરણ) પ્રદર્શન _ 2022

SVS કક્ષાનો ઓનલાઇન વિજ્ઞાન મેળો તારીખ 07/02/2022 ને સોમવારના રોજ વિદ્યામંગલ નિવાસી શાળામાં યોજાયો હતો. જેમાં કુલ 73 શાળાઓ જોડાઈ હતી. એમાંથી 26 શાળાઓએ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. એમાં કુલ 45 કૃતિઓ રજુ થઇ હતી. આ વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 88 બાળકો અને કુલ 45 શિક્ષક ભાઈ_ બહેનોએ ભાગ લીધો હતો.

આ પ્રદર્શન સવારે 9 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. આવેલા નિર્ણાયકશ્રીઓનું ભારતીય પરંપરા મુજબ આતિથ્ય સત્કાર કરી 9:15 કલાકે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. પધારેલ નિર્ણાયકશ્રીઓની સાથે SVS _ 11 ના કન્વીનરશ્રી શૈલેષ ભાઈ દેસાઈ સાહેબ ની શુભેચ્છા મુલાકાત ગોઠવાઈ હતી.

શાળાના આચાર્યશ્રી મનીષભાઈ પુરાણી સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન અને કન્વીનરશ્રી શૈલેષભાઈ દેસાઈ સાહેબનું પુષ્પગુચ્છ અને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિજ્ઞાનમેળાનું સંચાલન કરનાર વિદ્યામંગલ શાળાના શિક્ષકશ્રી જયભાઈ ગોયાણી દ્વારા મૂલ્યાંકન અંગેના જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને મૂલ્યાંકન માટે જુદા જુદા પાંચ વિભાગ રાખી CD/DVD દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શનમા કુલ 5 કૃતિઓ પસંદગી પામી હતી. પસંદ થયેલ કૃતિઓને ટોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ શાળાના મંત્રીશ્રી સુનિલભાઈ પટેલ અને સહમંત્રીશ્રી અમિતભાઈ પટેલનો મળેલ સહકાર, આચાર્ય શ્રી મનીષભાઈ પુરાણીનું માર્ગદર્શન અને શાળાના વિજ્ઞાનના શિક્ષક શ્રી જયદીપભાઈ ગોયાનીની કુશળ કામગીરી થકી પાર પડયો હતો. આ કાર્યક્રમ બપોરે 1:00 કલાકે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

December 01, 2021

Vidyamangal School

કેળવણી મંડળનો ઉદ્દેશ સમાજના બધા જ બાળકોને સુચારુ શિક્ષણ ખુબ જ ઓછા ખર્ચે મળે તેમજ બાળકોને સર્વાંગી વિકાસ થાય. બાળકોના શૈક્ષણિક વિકાસની સાથે જ બૌધ્ધિક, આત્મિક થાય તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે સગવડતાપૂર્ણ મંચ મળે. બાળકોમાં સામુહિક ભાવના વધે તેમજ તેઓ એક સર્વાંગપૂર્ણ પ્રબુધ્ધ નાગરિક બને એવા શુભ આશયથી તા ૧૦-૧૨-૧૯૯૯ ના રોજ મંડળના પ્રમુખ સ્વ.શ્રી જગુભાઈ પટેલના વરદહસ્તે નવી પારડી, તા. કામરેજ ખાતે આવેલ મંડળની જગ્યાનું ભૂમિપૂજન કરી કેળવણીની સંસ્થાની સ્થાપનાનું મંગલાચરણ કરવામાં આવ્યું. તેમજ તા ૧૦-૦૬-૨૦૦૦ ના રોજ પરમપૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજીના આશિર્વચનથી શાળાની શરૂઆત થઇ.