About Kelavani Mandal
આદરણીય જ્ઞાતિજનો,
વેબસાઈટ અને સમાજ દર્શન નામાવલી(ઓનલાઇન ડિરેક્ટરી) સૌ જ્ઞાતિજનો દેશ દુનિયા સમક્ષ મુકતાં આનંદ સાથે ગૌરવ ની લાગણી અનુભવીએ છીએ. કોઈપણ કેળવણીવિષયક કે સામાજિક સંસ્થા તેના અસ્તિત્વના 75 વર્ષ સુધિ સમાજોપયોગિ કાર્ય સાથે સૌને એક તાંતરે બાંધિ વિશાળ વટવૃક્ષ સમી ઉભી રહે, સૌના હિતના સામાજિક કાર્યો સાથે સતત ઉતરોતર પ્રગતિ કરે એ સમાજ ભાગ્યશાળી ગણાય, આ ભાગ્યશાળી સમાજ એટલે સોળે કળાએ ખીલેલો, પૂર્ણ પાંગરેલો અને સર્વત્ર પમરાટ ફેલાવતો આપરો શ્રી લાલચુડા કડવા પાટીદાર સમાજ આપણી ઐતિહાસિક શ્રેષ્ઠતા ગણાય.
આ શ્રેષ્ઠતાના મૂક સાક્ષી સમા વડીલોની દિર્ધદ્રષ્ટિ ત્યાગ સમર્પણ તેમજ નિ:સ્વાર્થ કર્મયોગને સત સત પ્રણામ. આવી ભાવના સાથે આઝાદી પૂર્વ મુળદના સ્વ. નાથુભાઈ ભગાભાઈ પટેલ તથા અન્ય અગ્રણીઓ એ ગામે ગામ જઈ ભેગા થઈને ખૂબ જહેમત બાદ સમાજનું એક મંડળ રચવાનું નક્કી થતા 25/11/1945 ના શુભદિને મંડળના સ્થાપક પ્રમુખ સ્વ. નાથુભાઈ ભગાભાઈ પટેલ અધ્યક્ષતામાં 16 સભ્યોની વ્યવસ્થાપક કમિટીની રચના તથા અન્ય વહીવટી કામગીરીનો પ્રારંભ થયો. સમાજની સંસ્કાર યાત્રાની શરૂઆત સુકાનીઓની હામ, ધગસ, ધૈર્ય, દિર્ધદ્રષ્ટિ અને પરિશ્રમ કારણે દિન-પ્રતિદિન અનેક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી જેની ઝાંખી નીચે મુજબ છે.
ઉપરોક્ત , ઐતિહાસિક ઇમારત, મંડળ, શિક્ષણ સંસ્થા આપણા વડીલોએ ખૂબ ઊંચી વિચારધારા સાથે દેશ-પરદેશના દાતાશ્રીઓની ઉદારતાથી આર્થિક ભંડોળ પ્રાપ્ત થતાં ભૌતિક સુવિધા થી સજ્જ મિલકત ભવિષ્યની પેઢી માટે હાથ ધરી છે. આજે એની જ આવક તથા ઉદાર દાતાશ્રીઓ દ્વારા સંસ્થા ફળદ્રુપ સ્વરૂપ સામાજિક પ્રવૃત્તિઓ સાથે આર્થિક સહાય, વિધવા સહાય, શૈક્ષણિક સહાય, સ્કોલરશીપ, ઇનામ વિતરણ, સમુહલગ્ન, મહિલા મંડળ તથા યુવક મંડળની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજને નવપલ્લવિત કરવાનો ચીલો ચાટયો છે. સાથે જ નવી પેઢી માટે જ્ઞાનગંગા અંગ્રેજી માધ્યમ પણ કાર્યરત કરી છે.
આમ, વિકાસના પાયામાં રહેલા સમાજના પૂર્વજો, મૂક સાક્ષી સમા કાર્ય કરો જેમ કે જગુ કાકા, વડીલો, ભાઈઓ- બહેનો કે જેમણે નિ:સ્વાર્થ ભાવે સમાજને એકરૂપ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સેવા પરાયણતા, સમર્પણ, સદભાવ, સત્કર્મ, અને સામૂહિક પ્રયાસ ને ભૂલીએ તો આપણે કૃતઘ્ની- નગુણા ગણાઈએ.
આવો સૌ સાથે મળી મા ઉમિયાના સંતાનો તથા કડવા કુળ ના હોવાનું ગૌરવ અનુભવીએ તથા આવનારા સમયમાં સમાજને અખંડ દીપ સાથે જીવંત રાખવા સૌ કટિબદ્ધ થઈએ.
"સત"
કૃષિ મંગલ ઉમા મંગલ ને |
વળી ધબકે છે વિદ્યા મંગલ...! |
કેવા હૃદયની કમાલ છે ભાઈ! |
જ્યાં ખીલી હશે ભાવના મંગલ...! |
ત્રિમંગળના પાયામાં રહી છે. |
સદેવ સાધના પણ મંગલ...! |
સત હૃદય પ્રાર્થ પ્રભુને |
રહે જગમાં પાટીદાર હંમેશ મંગલ...! |
મંગલ...! મંગલ...! સર્વ શ્રીમંગલ...! |
જય ઉમિયા માં...! |
We Work Togather
Our ActivitiesKelavani Mandal
We help you to grow up your success business and solution for your impressive projects.
Yuvak Mandal
We help you to grow up your success business and solution for your impressive projects.
Mahila Mandal
We help you to grow up your success business and solution for your impressive projects.