All Schools
About Vidhyamangal School
કેળવણી મંડળનો ઉદ્દેશ સમાજના બધા જ બાળકોને સુચારુ શિક્ષણ ખુબ જ ઓછા ખર્ચે મળે તેમજ બાળકોને સર્વાંગી વિકાસ થાય. બાળકોના શૈક્ષણિક વિકાસની સાથે જ બૌધ્ધિક, આત્મિક થાય તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે સગવડતાપૂર્ણ મંચ મળે. બાળકોમાં સામુહિક ભાવના વધે તેમજ તેઓ એક સર્વાંગપૂર્ણ પ્રબુધ્ધ નાગરિક બને એવા શુભ આશયથી તા ૧૦-૧૨-૧૯૯૯ ના રોજ મંડળના પ્રમુખ સ્વ.શ્રી જગુભાઈ પટેલના વરદહસ્તે નવી પારડી, તા. કામરેજ ખાતે આવેલ મંડળની જગ્યાનું ભૂમિપૂજન કરી કેળવણીની સંસ્થાની સ્થાપનાનું મંગલાચરણ કરવામાં આવ્યું. તેમજ તા ૧૦-૦૬-૨૦૦૦ ના રોજ પરમપૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજીના આશિર્વચનથી શાળાની શરૂઆત થઇ.અમેરિકા સ્થિત ગામ-જોથાણના શ્રી ડૉ. શાંતુભાઇ પટેલ તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી ડૉ. પ્રજ્ઞાબેન દ્વારા તેમના માતૃશ્રી રૂક્ષમણીબેન તેમજ પિતાશ્રી સોમાભાઈ પરભુભાઈ પટેલની ચિરંજીવ સ્મૃતિમાં રૂ. ૫૧ લાખનું માતબર દાન પ્રાપ્ત થયું તેમજ તે સાથેજ દેશ તેમજ પરદેશમાં વસતા શિક્ષણપ્રેમી દાતાશ્રીઓ તરફથી પણ સતત દાનનો પ્રવાહ વેહ્તો રહ્યો.
જૂન ૨૦૦૦ માં ધો-૫ અને ધો-૮ ના ૧૩૮ બાળકોથી શરુ થયેલ ગુજરાતી માધ્યમની ગુજરાતી શાળામાં આજે ૭૦૦ વિદ્યાર્થી નિવાસી તરીકે રહી અભ્યાસ કરે છે તેમજ એક આદર્શ નિવાસી શાળા તરીકેની નામના મેળવી ચુકી છે.
અહીં બભ્યાસ કરતા બાળકોને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચ શિક્ષણ સાતે JEE તેમજ NEET જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટેની તૈયારીઓ પણ અહીંથી જ કરવામાં આવે છે. આજે ૨૧ વર્ષના તેના કાર્યકાળમાં અનેક વિદ્યાર્થીઓ દેશ તેમજ પરદેશમાં જય ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આ શાળામાં અભ્યાસ કાયાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે તેમજ ધંધા-વ્યવસાય તેમજ સેવા ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.