About Lalchuda Kadva Patidar Trust
શ્રી લાલચુડા કડવા પાટીદાર સમાજ દ્વારા સ્થાપિત તેમજ સંચાલિત કડવા પાટીદાર કેળવણી મંડળ સમાજની વિવિધ પ્રવૃતિઓનાં સંચાલનનું મધ્યબિંદુ છે. જે મંડળની સ્થાપના અને સંચાલનનો ૭૫ વર્ષનો ઇતિહાસ ખુબજ માર્ગદર્શક અને પ્રેરણાત્મક છે. જેની સ્થાપના સમાજનાં દીર્ઘદ્રષ્ટા વડીલો દ્વારા ૯ ડિસેમ્બર ૧૯૪૫ નાં રોજ કરવામાં આવેલ છે.
અહીં ટૂંકમાં તેના સ્થાપના કાળથી આજ પર્યંતની વિગતો ટૂંક માં રજુ કરી છે, જે આપને વિદિત થાય. સમાજ અગ્રણી એવા સ્વ. શ્રી નાથુભાઈ ભગાભાઇ પટેલ - મુલદ, સ્વ શ્રી વેણીલાલ પરષોત્તમભાઇ પટેલ - રૂંઢ, સ્વ. બાલુભાઈ કાલિદાસ પટેલ - સિથાણ, સ્વ. કાલિદાસ લલ્લુભાઇ પટેલ - છાપરાભાઠા તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા આ માટેનું પ્રયમ વિચારમંથન સારું થયું. તેમજ મંડળની સ્થાપના માટેનું પ્રથમ બંધારણ તૈયાર કરી કામરેજ તાલુકાના કઠોર મુકામે સર્વે જ્ઞાતિજનોની સભામાં તેને સર્વ સંમતિથી પસાર કરી મંડળની રચનાનો ઐતિહાસિક નિર્યણ થયો તે દિવસ એટલે ૯ ડિસેમ્બર ૧૯૪૫. તેમજ મંડળના સ્થાપક પ્રમુખ તરીકે સ્વ. નાથુભાઈ ભગાભાઇ પટેલની અધ્યક્ષતામાં ૧૬ સભ્યોની વ્યવસ્થાપક કમિટીની રચના કરવામાં આવી.
ઉપપ્રમુખ તરીકે રૂંઢના સ્વ. વેણીલાલ પરષોત્તમભાઇ પટેલ તેમજ મંત્રી તરીકે સિથાણના સ્વ. બાલુભાઈ કાલિદાસ પટેલે મંડળની જવાબદારી સાંભળી.
૧૯૫૮ માં હાલમાં જ્યાં કૃષિમંગલનું મકાન છે તે બાંધકામ વાળી જગ્યા ખરીદી ત્યાં સુરતમાં અભ્યાસ કરતા સમાજનાં બાળકો માટે છાત્રાલયની શરૂઆત કરવામાં આવી.
જુન, ૧૯૮૦ માં શ્રી જગુભાઈ ગોવિંદજી પટેલ મંડળ નાં પ્રમુખની જવાબદારી સાંભળી તેમજ છાત્રાલયનાં જુના બિલ્ડીંગની જગ્યાએ નવા સમાજભવન તેમજ સમાજનાં સભ્યોને રેહઠાણ માટે ફ્લેટના બાંધકામની યોજના રજુ કરી.
તા. ૨૬-૪-૧૯૮૨ નાં રોજ શ્રી મોતીરામભાઇ ચાહવાળાનાં વરદહસ્તે છાત્રાલયનાં જુના મકાનની જગ્યાએ સમાજભવનનાં બાંધકામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું.
જાન્યુઆરી ૧૯૮૪માં હરિદ્વાર નિવાસી પૂજ્ય સ્વામીશ્રી રામસ્વરૂપજીનાં આશિર્વચનથી સમાજનાં વિશાળ સમૂહની હાજરીમાં સમાજભવનનું મંગલાચરણ થયું.
જે આચાર્યશ્રી વિષ્ણુપ્રસાદજીના નામકરણથી "કૃષિમંગલ" તરીકે ઓળખ પામ્યું. અહીંથી સમાજનાં અગ્રણીઓએ સમાજ ઉત્થાનની કેડી કંડારી.
શ્રી લાલચુડા કડવા પાટીદાર ટ્રસ્ટ
શ્રી લાલચુડા કડવા પાટીદાર મહિલા મંડળની સ્થાપના
ઉમાવાણી પ્રકાશન
શ્રી લાલચુડા કડવા પાટીદાર યુવા મંડળની સ્થાપના
પરિવાર પરિચય દર્શન
આજે આપણે લાલચુડા કડવા પાટીદાર સમાજની વેબસાઈટ દ્વારા જે ડિજિટલ ડિરેક્ટરી તેમજ સમાજની વેબસાઇટ બનાવાનું કાર્ય ભાઈ શ્રી કીર્તિભાઇ પટેલ(પાસોદરા) તેમજ શ્રી ચંદ્રેશભાઇ પટેલે(અઠવા ઉમરા) ઉપાડ્યું છે. તે ૨૧મી સદીની ઇન્ફોરમેશન ટેક્નોલોજીનું પરિણામ છે. જેના કારણકે હવે આપણે સમાજની દરેક પ્રવૃત્તિની વિગતો, નિયમો, ધારાધોરણ, ફોર્મ્સ વિગેરે ઘરબેઠા આપણા મોબાઈલ કે કમ્પ્યુટર પર જોઈ શકીશું .તેમજ દરેક પરિવારની માહિતી પોતે અપડેટ કરી શકાશે. હા ભાઈ, સમયની સાથે તેનો બની તેના રાહે ચાલનારનું જ અસ્તિત્વ ટકી શકશે એવું અત્યારે લાગી રહ્યું છે.
ઉમામંગલનું નિર્માણ
About Digitalization
ભૂતકાળમાં પણ આપણા સમાજના સંનિષ્ઠ આગેવાનો દ્વારા આવા પ્રયાસ "પરિવાર નામાવલી" નાં સ્વરૂપે ચોપડી બહાર પાડી કરવામાં આવ્યા હતા. જે આજે પણ આપણને ઉપયોગી નીવડે છે. પરંતુ આ વેબસાઈટ online પરિવાર નામાવલી ઉપરાંત " લાલચુડા કડવા પાટીદાર સમાજ " ની બધીજ માહિતી આપસૌને ઈન્ટરનેટ દ્વારા થઇ શકે તે રીતે આપણી સમક્ષ રજુ કરવાનો એક નાનકડો પ્રયાસ છે. જેમ જેમ વધુ અને વધુ સૂચનો મળશે, જરૂરિયાત ઊભી થશે તેમ તેમ તેમાં સુધારા કરતા રહીશુ.
આ વેબસાઈટમાં દરેકને તેમનાં પરિવારની માહિતીમા સુધારા કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. માટે મારી શિક્ષીત યુવા ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે આપ સમયાંતરે જરૂરી સુધારા કરી પરિવાર ની માહિતીને વધુ સારી રીતે update રાખી શકશો, માટે આપના સહકાર ની આમાં અપેક્ષા રાખીએ છીએ.સમગ્ર વિશ્વમાં રહેતા લાલચુડા કડવા પાટીદાર સમાજનાં પરિવારને આ નામાવલીમાં સમાવવાની કોશીષ કરી છે. જો તેમાં સંજોગવસાત કોઈ નામ રહી ગયા હોય તો તે નામ રજિસ્ટર કરી ઉમેરી શકવાની સુવિધા છે.
પરિવાર નામાવલીનાં આ કાર્યમાં શ્રી લાલચુડા કડવા પાટીદાર કેળવણી મંડળ, શ્રી લાલચુડા કડવા પાટીદાર મહિલા મંડળ તેમજ શ્રી લાલચુડા કડવા પાટીદાર યુવક મંડળનાં તમામ હોદ્દેદારો, કમિટી સભ્યો તથા આમંત્રિત સભ્યોનો સહકાર બદલ ખુબ ખુબ આભાર. વિદેશમાં રહેતા આપણા પરિવારજનો એવા શ્રી ધર્મેશભાઈ પટેલ (USA), શ્રી મુકેશભાઇ પટેલ (કેનેડા) કે જેમણે વિદેશની માહિતી માટે કરેલા સહકાર બદલ ખુબ ખુબ આભાર.
માહિતી સંકલનનાં આ કાર્યમાં શ્રી સુનિલભાઈ પટેલ, શ્રી સુમનભાઇ પટેલ, શ્રીમતી નિતાબેન પટેલ, શ્રી આશિષ ભાઈ પટેલ, દરેક સંસ્થાના સ્ટાફ ભાઈઓનો તેમજ નામી અનામી તમામ વ્યક્તિકે જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્યમાં સહયોગી થયા હોય તેમનો ખુબ ખુબ આભાર.
સમાજની સંલગ્ન સંસ્થાઓ, યુવામિત્રો અને વડીલો તરફથી મળેલ સાથ સહકાર અને સૂચનો માટે અમે એમના પ્રત્યે આભરની લાગણી વ્યક્ત કરીએ છીએ.
લિં આપના વિશ્વાસુ,
કીર્તિ વી. પટેલ (પાસોદરા)
ચંદ્રેશ એમ. પટેલ (અઠવા ઉમરા)
હર્ષિલ એચ. પટેલ (કામરેજ)
કીર્તિ વી. પટેલ (પાસોદરા)
ચંદ્રેશ એમ. પટેલ (અઠવા ઉમરા)
હર્ષિલ એચ. પટેલ (કામરેજ)
We Work Togather
Our ActivitiesKelavani Mandal
We help you to grow up your success business and solution for your impressive projects.
Yuvak Mandal
We help you to grow up your success business and solution for your impressive projects.
Mahila Mandal
We help you to grow up your success business and solution for your impressive projects.